મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે અકસ્માત મૃત્યુ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું

રાજ્ય સરકાર ખેડૂતોની ચિંતા કરી ખેડુતો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના અમલી બનાવી છે ત્યારે બોટાદ જિલ્લામાં અકસ્માતે મૃત્યુ પામેલ ખેડુતોના વારસદારશ્રીને આ સહાયના ભાગરૂપે મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદ જિલ્લામાં બોટાદ તાલુકાના તુરખા ગામના ખેડુત ખાતેદારના વારસદારશ્રી જગદીશભાઈ મોહનભાઈ મેઘાણીને રૂ.૨,૦૦,૦૦૦/-, કુંડલી ગામના ખેડૂત ખાતેદારના વારસદાર શ્રીમતી વિમળાબેન રમેશભાઈને રૂ.૨,૦૦,૦૦૦/-, સમઢીયાળા-૨ ગામના ખેડૂત વારસદાર શ્રીમતી કમળાબેન ભરતભાઈને રૂ.૨,૦૦,૦૦૦/- ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આ સહાય ચૂકવવામાં આવી હતી.આ ઉપરાંત તાજેતરમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામમાં બંને સગા ભાઈ વિજ અકસ્માતથી મૃત્યુ પામ્યા હતા તેમને આર્થિક સહાય પેટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા માનવતા અભિગમ રૂપે ૨૪ કલાકની અંદર વારસદારશ્રીને રૂ.૫૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી હતી જ્યારે આજ રોજ ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે વારસદારશ્રી (૧) શ્રીમતી સુનિતાબેન જયેશભાઈ લિંબડીયાને રૂ.૮,૭૩,૬૩૦ નો ચેક અને વારસદારશ્રી (૨) શ્રીમતી ચંન્દ્રિકાબેન દેવેન્દ્રભાઈ લિંબડીયાને રૂ.૮,૪૬,૧૧૨/- ના રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર્થિક સહાય આપવાનો મુખ્ય ઉદ્દેશ અકસ્માતનો ભોગ બનનારના વારસદારશ્રીને માનવતાની દ્રષ્ટિએ મદદરૂપ થવાનો છે.રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ, બરવાળા