અમરેલી મોટી કુંકાવાવ વચ્‍ચે બે અજાણ્યા ઇસમોએ મોટર સાયકલમાં લીફ્ટ આપી રોકડ રકમ તથા મોબાઇલ ફોનની કરેલ લુંટના ગુન્‍હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.

ગઇ તા.૨૫/૦૬/૨૦૨૦ ના રોજ વડીયા તાલુકાના લુણીધાર ગામના મનસુખભાઇ કરશનભાઇ સોલંકી, ઉં.વ.૫૫ નાઓ અમરેલી માર્કેટીંગ યાર્ડમાં મજુરી કામ કરી પોતાના ઘરે જવા માટે અમરેલી કુંકાવાવ જકાતનાકા પાસે ઉભા હતાં તે દરમ્‍યાન બે અજાણ્યા શખ્સો મોટર સાયકલ લઇ ત્યાંથી પસાર થયેલ અને મનસુખભાઇને મોટી કુંકાવાવ સુધી જઇએ છીએ, તમને ત્યાં ઉતારી દઇશું તેમ કહી મોટર સાયકલમાં વચ્‍ચે બેસાડી, માંગવાપાળ ગામના પાટીયાથી થોડે આગળ મોટર સાયકલ ઉભું રાખી, મનસુખભાઇની પાસેથી રોકડા રૂ.૨૮૦૦/- તથા નોકીયા કંપનીનો મોબાઇલ ફોન લુંટી લીધેલ અને એક વાડીમાં લઇ જઇ, વધુ રૂપીયા કઢાવવા ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી, ઢીકાપાટુથી તથા સોટી વડે માર મારી બેભાન જેવા કરી દઇ જતા રહેલ. આ અંગે મનસુખભાઇની ફરિયાદ પરથી બે અજાણ્યા ઇસમો વિરૂધ્‍ધ અમરેલી સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૦૧૧૦૮, આઇ.પી.સી. કલમ ૩૯૪, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો લુંટનો ગુન્‍હો રજી. થયેલ.

💫 અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ ઉપરોક્ત લુંટનો ગુન્‍હો અનડીટેક્ટ હોય, ગુન્‍હાની વિગતોનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી, આ ગંભીર પ્રકારના ગુન્‍હાને ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી, અમરેલી સીટી પો.સ્‍ટે.ની અલગ અલગ ટીમો બનાવી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને અજાણ્યા આરોપીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ.

💫 અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીઓએ લુંટ કરતા પહેલા એસાર કંપનીના પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવેલ હોય, તેના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ મેળવી, ટેક્નીકલ રીતે તપાસ હાથ ધરી, આજરોજ અમરેલી કુંકાવાવ જકાતનાકા, ઠેબી નદીના પુલ પાસેથી બંને આરોપીઓને મોટર સાયકલ તથા લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

💫 પકડાયેલ આરોપીઓઃ-
1️⃣ અજય ઉર્ફે કાનો ચિનુભાઇ લાલકીયા, ઉં.વ.૨૭, રહે.વડીયા, કૃષ્‍ણપરા, તા.વડીયા, જિ.અમરેલી.
2️⃣ ફૈઝલ ઇલીયાસભાઇ પારેખ, ઉં.વ.૨૩, રહે.વડીયા, ચારણીયા રોઙ તા.વડીયા, જિ.અમરેલી.

💫 આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલઃ-
નોકીયા કંપનીનો મોબાઇલ ફોન- ૧, કિં.રૂ.૫૦૦/- તથા રોકડા રૂ.૧૬૦૦/- તથા લુંટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ હીરો શાઇન મો.સા. રજી.નંબર જી.જે.૧૪.એ.ઇ.૩૩૩૧, કિં.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨૨,૧૦૦/- નો મુદ્દામાલ.

💫 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

એજાદ સેખ રીપોર્ટર📹 કેમેરામેન📸 મેહદી પઠાણ