બોટાદ જિલ્લા પોલીસ દ્વારા “ઈન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઈલ્લીસેટ ટ્રાફિકીંગ” ની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી


યુનાઈટેડ નેશન્સ દ્વારા 26મી જૂન “ઈન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઈલ્લીસેટ ટ્રાફિકીંગ” તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને સમગ્ર વિશ્વમાં ડ્રગ્સનો ઉપયોગ ન થાય અને કોઈપણ નાગરિક ડ્રગ્સના વ્યસનમાં ન સપડાય એ માટે જાગૃતિ ફેલાવવામાં આવે છે.
શ્રી અશોક કુમાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા સુચના કરવામાં આવેલ કે, આ વર્ષે કોરોના વાયરસનાં કારણે જાહેર કાર્યક્રમનું આયોજન થઈ શકે એમ નહિં હોવાથી લોકડાઉનનો ભંગ ન થાય એ રીતે કાર્યક્રમો યોજી જાગૃતિ ફેલાવવી.
શ્રી હર્ષદ મહેતા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, બોટાદનાઓ દ્વારા નાગરિકોમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોનાં નુકશાનકારક પરિણામો અંગે જનજાગૃતિ માટે શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ, વિભાગીય પોલીસ અધિકારીશ્રીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. શ્રી એચ.આર.ગોસ્વામીનાઓને સમગ્ર બોટાદ જીલ્લામાં આ પ્રકારનાં કાર્યક્રમોના આયોજન માટે સંકલન કરવા જણાવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના હે.કોન્સ. મહાવીરસિંહ બનેસંગબાઈ, હે.કોન્સ. ગોવિંદભાઈ કાળુભાઇ, પો.કોન્સ. ભારદ્વાજભાઈ કાળીદાસભાઈ, પો.કોન્સ. રાજેશભાઈ ચતુરભાઈ , વુ.પો.કોન્સ. ગાયત્રીબેન વસંતભાઈ તથા કોમ્પ્યુટર શાખાના હે.કોન્સ. કરમશીભાઇ વિગેરે સ્ટાફ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન સાથે સંકલન કરવામાં આવેલ. બોટાદ જીલ્લા પોલીસ દ્વારા વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો ઉપયોગ ન થાય એ અંગે જાગૃતિ ફેલાવવા ધાર્મિક સંસ્થાના સંતો જેમાં સાળંગપુર મંદિરના કોઠારી પૂજ્યશ્રી જ્ઞાનેસ્વર સ્વામી, કુંડળ મંદિરના પૂજ્ય શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, ગઢપુર મંદિરનાં ચેરમેન પૂજ્ય શ્રી હરી જીવન સ્વામી જાણીતા નામી કલાકારોમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રી માયાભાઈ આહિર, શ્રી સુખદેવભાઈ ધામેલીયા, જાણીતા ફિલ્મ અભિનેત્રી કુ. કોમલ ઠક્કર, સાહિત્યકાર અને ગાયક શ્રી અભેસંગભાઈ રાઠોડ, લોકગાયિકા કુ. પૂનમ ગોંડલીયાનાઓ દ્વારા વિડીયો સંદેશ તૈયાર કરાવી સોશિયલ મિડીયામાં બહોળી પ્રસિદ્ધિ કરાવવામાં આવેલ.
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઈ.ચા. પો.ઈન્સ. શ્રી આર.બી. કરમટીયા તથા કલા શિક્ષકશ્રી જગદીશભાઈ મનસુખભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થી તથા કલારસિકો માટે ડ્રગ્સ વિરોધી ડ્રોઈંગ બનાવવાની ઓનલાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ રસપૂર્વક ભાગ લઈ ખૂબ સરસ ચિત્રો બનાવેલ હતાં. જે તમામને પ્રોત્સાહન માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવનાર છે.
ડ્રગ્સ અને નશીલા પદાર્થોથી દૂર રહેવાં અપીલ કરતી પત્રિકાઓ છપાવી એસ.ઓ.જી. , બોટાદ પો.ઈન્સ.શ્રી આર.બી કરમટીયા, ઢસા પો.ઈન્સ.શ્રી જે.વી. ચૌધરી, બરવાળા પો.સ.ઈ.શ્રી એસ.વાય.ઝાલા, ગઢડા પો.સ.ઈ. શ્રી આર.કે. પ્રજાપતિ, રાણપુર પો.સ.ઈ.શ્રી એન.સી.સગર, પાળીયાદ પો.સ.ઈ. કુ. એચ.એલ.જોશીનાઓ દ્વારા નાગરિકોને વહેંચવામાં આવેલ હતી.
સમાચારપત્રોમાં ડ્રગ્સથી થતાં નુકશાન અને શારિરીક, માનસિક, સામાજીક, આર્થિક પતન અંગે જાગૃત કરી આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.
આ રીતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 26મી જૂન " ઈન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઈલલીસીટ ટ્રાફિકીંગ " ની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ