અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે લૂંટ કરી હત્યા કરનાર ની ધરપકડ કરી.

અમદાવાદ: ધોલેરાના હેબતપુર હાઈવે નજીકથી બાઈક ઉપર અર્ધનગ્ન હાલતમાં મળી આવેલ લાશ ના હત્યારાઓને અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી એ પકડી પાડયા છે. ધોલેરા ના સાંગાસર ગામે રહેતા મૃતક ભીમજીભાઇ ઠેભાણી ઉં.વ 55 ના મોબાઈલ પર 19 જુને ફોન આવ્યો હતો ફોન આવતાની સાથે જ ભીમજીભાઇ બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા, મધ્યરાત્રિ સુધી ભીમજીભાઇ ઘરે પરત ન આવતા તેમના પુત્ર દ્વારા આસપાસના ગામડાઓમાં અને ભાવનગર તેમના સગા સંબંધીઓમાં તપાસ કરી હતી 22 જૂનના રોજ હેબતપુર ગામની સીમમાંથી ભીમજીભાઇ ની લાશ મળી આવી હતી. ધોલેરા પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી દ્વારા તપાસ કરવામાં આવી. મોબાઈલ ફોનમાં આવેલ ફોન નંબર અને બાતમી આધારે પોલીસે ભરત વેગડ (રહે.હેબતપુર, ધોલેરા) તથા રાજેશ સોલંકી (રહે.રોહિકા, બાવળા) આ બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપી મૃતક ભીમજીભાઇ ને ઓળખતા હતા. મૃતકે થોડા સમય પહેલા જમીન વેચી હતી તે જમીનની કિંમત 55 લાખ રૂપિયા હતી મૃતક જુગાર રમવાના શોખીન અને રૂપિયા જોડે રાખતા હોવાથી તેની પાસેથી પૈસા મેળવવા લૂંટ કરવાનું બંને સાળા-બનેવીએ નક્કી કર્યું કોલગર્લ ને બોલાવી છે તેમ કહી મૃતક ને ફોન કર્યો અને બોલાવ્યા હતા ત્યારબાદ માથામાં સળિયો મારી હત્યા કરી નાખી હતી. મૃતક ભીમજીભાઇ પાસે વધુ રૂપિયા હોય છે પણ આજે જ 4500 રૂપિયા મળી આવ્યા હતા ત્યારબાદ ભીમજીભાઇ ની લાશ ને બાઈક સાથે બાંધી બાવળની ઝાડીઓમાં ફેંકી નાસી ગયા હતા.
આરોપીઓને પકડવામાં અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.ડી.એન પટેલ સાહેબ,પી.એસ.આઇ શ્રી.કે.કે જાડેજા સાહેબ અને પી.એસ.આઇ શ્રી બી.એચ ઝાલા સાહેબ, અને એ.એસ.આઇ શ્રી કરણસિંહ વાઘેલા,વિજય સિંહ વાઘેલા અને હેડ કોન્સ્ટેબલ શ્રી દિલીપસિંહ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોળ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, કુલદીપ સિંહ ચૌહાણ, અજય ભાઈ ભરવાડ, પ્રદ્યુમનસિંહ પરમાર, યુવરાજ સિંહ ડાભી વગેરે હતા.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર