કચ્છના નાના અંગીયામાં મહેનત માંગી લેતા પાક તલનું વાવેતર શરૃ


નખત્રાણા તાલુકાના નાના અંગીયા વિસ્તારમાં મહેનત માંગી લેતા તલનું વાવેતર શરૃ કરાયું છે. જો કે ખેડુતોને મહેનત છતાં પુરતા ભાવ મળતા ન હોવાથી આવનારા દિવસોમાં નફો થશે કે નુકશાન તે અંગે ચિંતા છે.તલનું વાવેતર જુન મહિનામાં કરવામાં આવે છે. શરૃઆતનુ પાણી પંદર દિવસ આપવામાં આવે છે તલ જ્યારે મોટા થાય છે ત્યારે આઠ દિવસે પાણી આપવું પડે છે. આ તલના પાકમાં ઈયળ આવવાી દર અઠવાડીયે સ્પ્રે દ્વારા દવાનો છંટકાવ કરવો પડે છે. તલના પાકને જ્યારે પાણી આપવાનું થાય એની સાથે ખાતર પણ આપવું પડે છે. આમ, સરેરાશ એક એકરે ત્રણ ગુણી કિલો ખાતર આપવું પડે છે. આ તલના પાકને પશુ કે જાનવર નુકશાન પહોંચાડતા નાથી. જેાથી કરીને ખેડુતોને રાત કે દિવસના ઉજાગરા સાથે ચોક કરવી નાથી પડતી. આ પાક ચાર મહિનાનો પાક છે જેની કાપણ કાં તો દિવાળી પહેલા આૃથવા દિવાળી પછી એટલે કે ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે છે. આ તલના છોડને થડના ભાગ નજીકાથી દાંતરડા વડે કાપવામાં આવે છે. કાપ્યા બાદ તેના પુળા બનાવવામાં આવે છે પુળા બનાવ્યા બાદ ખેતર કે વાડીમાં તલના પુળાને એકબીજાને સહારે ઉભા રાખીને તેની ઓગીઓ બનાવવામાં આવે છે. આ ઓગીઓને ખેતર કે વાડીમાં સુકવવા દેવામાં આવે છે. સુકાઈ ગયા બાદ તલના પુળાને પાથરણામાં ઉંધા કરીને ખંખેરવામાં આવે છે. જેાથી તલ તેની ફળીમાંથી નીકળીને અઢીતામાં પડે છે. આ બાબતે ખેડુત જણાવે છે કે, એક તલ જ એવો પાક છે જે મશીન દ્વારા નાથી નીકળતા લોકો દ્વારા જ કાઢવામાં આવે છે. કરીને આ પાક મહેનત માંગી લે છે આ તાલનો પાકનો સારો ઉતારો આવે તો એકરે ૧૦ થી ૧૨ મણ (૪૦ કિલો) ઉતરે છે. બીજીતરફ બજારમાં એક કિલો બીયારણના રૃ.૪૦૦નો ભાવ છે. જે એક એકરમાં બે કિલો તલનું બિયારણ જોઈએ. પરંતુ બીજીતરફ પ્રતિકિલો ભાવ ૧૩૦ના બદલે બજારમાં આ વર્ષે એક કિલોના ૮૦ બોલાઈ રહ્યા છે. જેના કારણે ખેડુતોને ભારે ખોટનો સામનો કરવાનો આવશે. ભાવના ઠેકાણાન હોવાથી મહેનત માંગતા પાક પર પાણી ફળી વળે તેવી સિૃથતી સર્જાય છે. સરકાર અન્ય પાકની જેમ તલને ટેકાના ભાવે ખરીદી કરે તો કિસાનોને રોવાનો વારો ન આવે.