કાનપુરમાં પોપટ અને લંગૂર પાળવા પર પ્રતિબંધ લાગુ, આના માટે થઇ શકે છે 25,000નો દંડ અને 3 વર્ષની સજા


કાનપુર:અનેક લોકોને પ્રાણીઓ પાળવાનો શોખ હોય છે અને પોપટ તો ઘણા લોકો પાળતા હોય છે. જો કે કાનપુરના વન્ય વિભાગે લંગૂર અને પોપટને પાળવા પર પ્રતિબંધ મુકાયું છે અને આ આદેશોનું પાલન ન કરનાર સામે સખત કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. પોપટ કે લંગૂર ન પાળવાના આદેશનું ઉલ્લંઘન કરનારને 3 વર્ષની કેદની સજા અથવા 25,000 રૂપિયાનો દંડ કે પછી બંને સજા થઇ શકે છે.