મુન્દ્રામાં ખુલ્લા ટ્રાન્સફોર્મરમાં કરંટ લાગતા ઢેલનું થયું મોત


મુન્દ્રા:મુન્દ્રા મધ્યે ભરચક વિસ્તાર એવા સિટી પોલીસ સ્ટેશન પાસેના ટ્રાન્સફોર્મરમાં રાષ્ટ્રીય પક્ષી ઢેલને વીજકરંટ લાગતાતે સ્થળ પરજ મોતને ભેટી હતી.સવારે 12.30ના અરસામાં બનેલી ઘટનામાં પોલીસ સ્ટેશન નજીક આવેલી ખુલ્લી ડીપીના વીજરેષાના સંપર્કમાં જિલ્લામાં જૂજ બચેલી એવી ઢેલ આવતા તેને કરંટ લાગ્યો હતો અને સ્થળ પર કાળનો કોળીયો બની હતી. બનાવને પગલે નગરમાં પીજીવીસીએલની કામગીરી પર લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. અને નગરના નદીવાળા નાકે તથા ફોફળ ફળીયામાં આવેલી બારી નજીક નજર આવતી કવર વિહોણી ડીપી અન્ય કોઈ અકસ્માત સર્જે તે પહેલા તેની આસપાસ સુરક્ષા કવચ બનાવવાની માંગ ઉઠી હતી. અત્રે નોંધીનીય છે કે બારીવાળા વિસ્તારમાં નગર બહારની શાળાઓમાં જવા માટે અનેક છાત્રો એકત્રીત થાય છે ત્યારે કોઈ જાનહાની સર્જાય તે પહેલા સૂચિત વિસ્તારની ડીપીને ચોમેરથી ઢાંકવામાં આવે તે સમયનો તકાજો છે.