અંજારમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા


અંજાર:અંજારના હેમલાઈ ફળિયા માંથી ધાણીપાસાનો જુગાર રમતા 4 શકુની શિષ્યોને રૂ. 30,670નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. જેમાં ધાણીપાસા વડે જુગાર રમી રહેલા હેમલાઈ ફળિયામાં જ રહેતા ઇમામશા જુસબશા શેખ, કાસમશા હુસેનશા શેખ, અનવર ફતેમામદ શેખ તથા ઇકબાલ ઉર્ફે અપાલ ઓસમાણ શેખને રોકડ રૂ. 10670 તેમજ 20,000ની મોટર સાઇકલ સહિત કુલ રૂ. 30,670ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.