ભુજ અને માધાપરમાં મામુલી બાબતે મારામારી, ચાર ઇજાગ્રસ્ત

ભુજ:ભુજ અને માધાપરમાં સામાન્ય મારામારીના બે બનાવોમાં ચાર લોકોને ઇજાઓ થઈહતી. સંજયનગરીમાં દિકરાને બગાડવા બાબતે  એક શખ્સે જમાઇ અને દિકરીને માર માર્યો હતો તો સનરાઇઝ સીટીમાં પાણી ભરવા અંગે મહિલાને ધોકાવી નાખી હતી. ભુજની સંજયનગરીમાં રહેતા ઇસ્માઇલ અભુ સુમરા (ઉ.વ.55)વાળાએ ફરીયાદ દાખલ કરી હતી કે, તે પોતાના મિત્રની સાથે દિનદયાળનગરમાં ઉભા હતા ત્યારે રમજુ રહેમતુલ્લા મમણ (રહે. સંજયનગરી)વાળો આવીને ફરીયાદીની દિકરીને ‘મારા દિકરાને કેમ બગાળે છે’ કહી ભુંડી ગાળો આપી હતી. દરમિયાન ફરીયાદીના જમાઇએ રમજુને કહેલ કે તેઓ આજે આવ્યા જ છે. જેથી રમજુ ઉશ્કેરાઇ જમાઇ અને દિકરી બંનને માર માર્યો હતો. સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.  તો બીજી તરફ માધાપરની સનરાઇઝ સીટીમાં રહેતા વિક્રમસિંહ જયસિંહ પરમારે ફોજદારી નોંધાવતા કહ્યું હતું કે, તેમના મકાનના ટાંકામાંથી પાડોશમાં રહેતા રશીકભારથી ભીમભારથી ગોસ્વામી અને સંજયભારથી ભીમભારથી ગોસ્વામી લાઇન લાગડેલી હોવાથી તેમને બોલાવીને વાત કરતા બંને જણા ઉશ્કેરાઇ જઇ માર માર્યો હતો. તો બીજી તરફ સંજયભારથી ગોસ્વામીએ ફરીયાદ નોંધાવી હતી કે, પાડોશમાં રહેતા વિક્રમસીંહનું મકાન ઘણા સમયથી બં ધ હોવાથી ઘરની બહાર આવેલા નળમાંથી તેમના માતા પાણી ભરી રહ્યા હતા ત્યારે ‘અહીંથી પાણી કેમ ભરો છો’ તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડી હતી. ફરીયાદીની માતાને ધક્કો મારતા તે નીચે પડી ગયા હતા અને ઇજાઓ પહોંચી હતી. બંને પક્ષોએ બી-ડિવિઝન પોલીસ મથકે સામસામી ફોજદારી નોંધાવી હતી.  શહેરના પાટવાડી ગેટ બહાર આવેલા હજીરા પાસે રહેતા શેરબાજુ અનવરશા સૈયદ (ઉ.વ.50) પોતાના ઘરે હતા ત્યારે તેમની પુત્રવધુ સાથે કોઇક મુદ્દે બોલાચાલી થતા મનમાં લાગી આવ્યું હતું. ઝેરી ગોળીઓ ખાઇ જતા તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.  તો બીજી તરફ મિનાજ રહીમશા સૈયદ (ઉ.વ.30) (રહે. ફતેહમામદના હજીરા પાસે,ભુજ)વાળાનો તેમની સાસુ સાથે ઝઘડો થતા તેના દિયર અને સાસુએ માર મારતા ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.