પાકિસ્તનના શેરબજારનું સંચાલન કરતી બિલ્ડિંગમાં આતંકવાદી હુમલો


કરાચી : પાકિસ્તનના શેરબજારનું સંચાલન કરતી બિલ્ડિંગમાં આતંકવાદી હુમલાની માહિતી બહાર આવી છે. ભારતના સ્ટોક એક્સચેન્જ એટલેકે બોમ્બે સ્ટોક એક્સચેન્જની જેમ પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગમાં સોમવારે આંતકવાદી હુમલો થયો છે. પ્રાથમિક અહેવાલ મુજબ ચાર હાથિયાર ધારી આંતકવાદીઓ સ્ટોક એક્સચેન્જમાં ઘુસ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. સામે પક્ષે બિલ્ડિંગની સુરક્ષા માટે તૈનાત પાકિસ્તાનના સુરક્ષાબળોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં હાલમાં બે લોકોના મોત થયા છે અંદાજે 4થી 5 લોકો ફાયરિંગમાં ગંભીર થયા હોવાના રીપોર્ટ છે.