ગેસ કટર દ્વારા એટીએમ મશીનો કાપીને તસ્કરી કરવામાં માહેર હરિયાણાની મેવાતી ગેંગ હજી પોલીસ અટકની બહાર


આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતભરમાં આવેલા એટીએમ મશીનોને ગેસ કટરથી કાપીને તેમાંથી રોકડ રકમની ચોરી કરવામાં હરિયાણાની મેવાતી ગેંગની સંડોવણી ખુલવા પામી છે. જો કે હજી સુધી આ ગેંગ પોલીસ પકડની બહાર જ રહેવા પામી છે જેને લઈને એટીએમની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવવાની જરૂરીયાત ઉભી થવા પામી છે.