માખેલ ટોલગેટ નજીક ટ્રેઇલરમાં લાગી આગ

ગાગોદર:માખેલ ટોલગેટ નજીક ઉભેલા એક ટ્રેઇલરમાં શોર્ટ સર્કિટને લીધે આગ ભભુકી ઉઠી હતી. જોકે, આગ લાગી એ સમયે ટ્રેઇલરમાં કોઇ ન હોવાને કારણે જાનહાનિ ટળી હતી. ટોલ ગેટના કર્મચારીઓએ જ અડધા કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસો પહેલાં સુરજબારી ટોલ ગેટ પાસે પણ ટ્રકમાં આગ લાથી હતી અને તે પણ ટોલનાકાના કર્મચારીઓએ બુઝાવી હતી.