ભાવનગરના ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં આરોપીની ધરપકડ


ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં બોરડી ગેટ દિપક ચોક પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી જલ્પેશ ઘના પટેલ તિલકનગર દેવીપુજકવાસ, મેલડી માતાજીના મંદિર પાસે હોવાની ચોકકસ બાતમીના આધારે તપાસ કરતા બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા તેની અટક કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી ને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી.ના હેડ કોન્સ સાગરભાઇ જોગદિયા,મહેન્દ્રભાઇ ચૈાહાણ,ઘનશ્યામ ભાઇ ગોહિલ, સંજયભાઇ ચુડાસમા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં
(એજાદ સેખ રીપોર્ટર)