બોટાદના રાણપુર તાલુકાના ગઢીયા ગામેથી ખનીજ ચોરી કરતા બે ઇસમો ને મુદામાલ સાથે ઝડપી ગુનામાં સંડોવાયેલ સાત ઇસમો વિરૂધ્ધ ગુન્હો નોંધતી બોટાદ એસ.ઓ.જી.ટીમ

              ભાવનગર રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓએ બોટાદ જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ હોય જે મુજબ બોટાદ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.આર.ગોસ્વામી તથા હે.કોન્સ.ગોવિંદભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ રાજેશભાઇ ચતુરભાઇ તથા એ.એસ.આઇ.મુકેશભાઇ રાજાભાઇ પરમાર પેરોલફલો સ્કોડ બોટાદ એ રીતેના સ્ટાફના માણસો તથા પંચો સાથે રાણપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે સમયે સ્ટાફને મળેલ બાતમી આધારે ગઢીયા ગામે ભાદર નદીના પટમાં રેઇડ કરતા નીચે મુજબનો મુદામાલ તથા આરોપીઓ પકડી કાયદેસરની કર્યવાહી હાથ ધરવામાં આવેલ 

પકડાયેલ મુદ્દામાલ :- (૧) ટ્રેકટર નંગ-2,ટ્રોલી સહીત કિંમત રૂ.૫૦૦૦૦૦/- (૨) રેતી ૬-ટન કિંમત રૂ.૨૦૦૦/-  (૩) મોબાઇલ ફોન નંગ-૩ કિંમત રૂ.૧૫૦૦૦/-

પકડાયેલ આરોપીઓ: (૧) જીતુભાઇ ઉર્ફે ભનાભાઇ છગનભાઇ સાટીયા જાતે-ભરવાડ ઉ.વ.-૨૬  રહે.બોટાદ ખોડીયારનગર-ે૨ રેલ્વે સ્ટેશનની પાછળ તા.જી.બોટાદ  (૨) દિપકભાઇ ઉર્ફે વિપુલ છેલાભાઇ મીર જાતે ભરવાડ ઉ.વ.-૨૩  રહે.બોટાદ ખોડીયારનગર રેલ્વે સ્ટેશન પાસે તા.જી.બોટાદ

પકડવાના બાકી આરોપીઓ: (૧) વિજયભાઇ માધાભાઇ ધરજીયા ડમ્ફરનો ચાલક  (૨) લોડરનો ચાલક   (૩) મો.સા.ચાલક  (૪) ગોપાલભાઇ ગભાભાઇ સાટીયા  રહે.દેરડી  (૫) પૃથ્વીભાઇ ગોરધનભાઇ ધરજીયા રહે.લીબોડા

(રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ, બરવાળા)