ભુજ તાલુકાનાં સુખપર ગામે કોઈ અજાણ્યા ઠગોની ટોળકીનો બન્યો શિકાર એક યુવક. ( આરોપી ફરાર )
સુખપર ગામે રહેતા જેન્તીલાલ હિરજીભાઇ મેપાણી નામના ૩૫ વર્ષીય યુવાન વલસાડના પ્રદીપ ગોહિલને લગ્ન્ની વાત કરતાં એને કહ્યું હતું કે, કોઈ સારા પરિવારની કન્યા ધયાનમાં હોય તો કેજો, તેથી તા. ૨૯.૧૨.૧૭ ના રોજ એક શીલા નામની યુવતી અને તેનો ભાઈ અને તેની બહેનને સાથે લઈને સુખપર ગામે આવ્યા. તા.૨૯ના ત્યાં રોકાયા અને ૩૦ ના વાતચીત કરી. મહારાષ્ટ્રના કોઈ ગામનું નામ આપી ત્યાના વતની હોવાનું કહ્યું હતું . અને તે માટે આધારકાર્ડ પણ બતાવ્યું હતું . તા.૩૦ ના શીલાના ભાઈ-બહેનને રૂપિયા દોઢ લાખ આપવામાં હતા અને લગ્ન થયા હતા. તા.૩૧-૧૨ ના પ્રદીપ તથા યુવતીના ભાઈ-બહેન ત્યાંથી નીકળી ગયા હતા. નવ નવેલી વધુએ તા.૯ના રોજ તેના સાસુ સાથે વહેલી સવારે ૫:૩૦ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા નીકળી હતી.દર્શન કરી ઘેર પાછા ફરતા દરમ્યાન તેણે સાસુને બાથરૂમ જઈને આવું તેમ કહેતા નીકળી હતી. તેની સાસુ ત્યાં રાહ જોતી રહી અને નવ નવેલી વધુતો મહારાષ્ટ્ર પહોંચી હોવાની વાત સામે આવે છે.પરંતુ આ પ્રકરણમાં હજુ કોઈ પોલીસ ફરિયાદ નથી કરાઇ પણ માનકુવા પોલીસ મથકે ગુમશુદા ની નોંધ દાખલ કરાઇ છે. વધુ તપાસ માનકુવા પોલીસ સ્ટેશનના એએસઆઈ રમેશભાઈ સીજુ એ હાથધરી હતી. તપાસ દરમ્યાન તેના આઈડીપ્રુફ માંગતા શીલાનો આધારકાર્ડ પણ બોગસ નિકળ્યું હોવાનું સામે આવ્યું હતું. તેનો ફોનનું પણ લોકેશન મહારાષ્ટ્રમાં બતાવે છે. તેથી કોઈ અજાણ્યા ઠગોની ટોળકીનો શિકાર બન્યો આ પટેલ યુવક (આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.