ભુજમાં માતા-પુત્રીને 4 જણાએ માર માર્યો


ભુજ: સરવા મંડપ વિસ્તારમાં માતા અને પુત્રીને ચાર ઇસમોએ ભેગા મળીને માર માર્યાની ઘટના બની હતી. સરવા મંડપમાં 35 વર્ષીય પૂનમબેન વાલજી વાઘેલા અને તેની 17 વર્ષીય પુત્રી પ્રભા ઘરે બેઠા હતા ત્યારે આરોપી એવા વાઘેલા દામજી કાનજી, શાંતાબેન દામજી, જયાબેન દામજી, અમરતબેન રાજુ સાથે મળીને લાકડી તેમજ લાતો-બુશટનો માર મારતાં માતા-પુત્રીને સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ત્યાંની પોલીસ ચોકીમાં આ અનુસાર ફરિયાદીએ એમએલસી દાખલ કરાવતાં બી-ડિવિઝન પોલીસને આગળની તપાસ માટે જાણ કરાઇ હતી.