અંજાર તાલુકાનાં ભીમાસર ગામની મહિલાએ જાત જલાવી જીવન ટૂંકાવ્યું


ગાંધીધામ: અંજાર તાલુકાના ભીમાસર ગામમાં રહેનારા લખીબેન રમેશ હુંબલ (ઉ.વ. 41) નામના મહિલાએ પોતાના શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી પોતાની જાતને જલાવી જીવન ટૂંકાવ્યું હતો. લખીબેન પોતાના ઘરે હતા, ત્યારે ઘરમાં રહેલું કેરોસીન ઉપાડી પોતાના શરીરે છાંટી લીધું હતું અને બાદમાં દીવાસળી ચાંપી છેલ્લું પગલું ભરી લીધું હતું. આ મહિલાની માનસિક રોગની દવા ચાલુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, તેવું પોલીસે જણાવ્યું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.