શરાબ ન મળ્યો તો સેનીટાઈઝર પી જનાર મહાનગરપાલિકાના કર્મચારીનુ મોત

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમા એક અનોખો મામલો બહાર આવ્યો છે. શરાબ ન મળ્યો તો સેનીટાઈઝર પી જનાર મહાનગરપાલિકાના કર્મચારીનુ મોત થયું હતુ. આ અંગેની માહિતી એવી છે કે નાગપુરમા એવા અમુક કેસ બહાર આવ્યા છે જેમાં કોરોનાના લીધે શરાબબંધીથી લોકો શરાબમાં સેનીટાઈઝર ભેળવીને શરાબ પીવાના કે સેનીટાઈઝર નશા માટે પીવાના બનાવો બન્યા છે. આ લોકોને એવી જાણકારી છે કે સેનીટાઈઝરમાં આલ્કોહોલ હોય છે અને તેના કારણે સેનીટાઈઝરનો નશા માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ નાગપુર મહાનગરપાલિકાના કર્મચારી ગૌતમ ગોસ્વામી સેનીટાઈઝર પી લેતા તેની તબીયત બગડતા હોસ્પીટલે દાખલ કરાયો હતો.
જયાં ડોકટરોએ સારવાર કર્યા બાદ તેને ઘેર જવા રજા આપી હતી પરંતુ બે દિ’ બાદ ફરી તેની તબીયત બગડતા ફરી હોસ્પીટલે દાખલ કરાયો હતો, જયાં સારવાર દરમ્યાન તેનુ મોત થયુ હતુ. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીછે.