કોડાયમાં વહુને મરવા મજબુર કરનાર પતિ- સાસુ સામે ફરિયાદ નોંધાઈ

ભુજ: માંડવી તાલુકાના કોડાય પુલ ખાતે રહેતી પરિણીતાના આપઘાતના કેસમાં મૃતકની માતાએ દિકરીને મરવા મજબુર કરનાર પતિ અને સાસુ સામે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોડાય પુલ ખાતે રહેતી અર્પણાબેન રોહનભાઇ મોતા (ઉ.વ.31) નામની પરિણીતાએ શુક્રવારે સવારે પોતાના ઘરમાં પંખા પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. આ કેસમાં મૃતક અર્પણાબેના માતા ગંગાબેન ગોકુલબહાદુર લાલબહાદુર વિશ્વકર્મા (ઉ.વ.58) રહે માધાપર ભુજએ માંડવી પોલીસ મથકમાં તેમની દિકરી અર્પણાના પતિ રાહુલ ખીમજીભાઇ મોતા અને સાસુ હેમલતાબેન ખીમજીભાઇ મોતા વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની દિકરીએ પ્રેમ લગ્ન કર્યા હોઇ તેને કારણે બીજા બે દિકરાઓના સગપણ ન થતા હોવાનું કહી સાસુ દ્વારા મેણા ટોળાં મારીને વારંવાર શારિરીક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ જમાઇ રાહુલ દ્વરા ચારિત્ર અંગે શંકા રાખી ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરાતા દિકરી અર્પણાએ આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું. માંડવી પોલીસે ગંગાબેનની ફરિયાદ પરથી માતા-પુત્ર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.