સુરેન્દ્રનગરના લખતરમાં દુકાનમાં આગ ભભૂકી


સુરેન્દ્રનગરના લખતરમાં મુખ્ય માર્ગ પર આવેલા ગાંધી ચોકમાં આવેલી દુકાનમાં વિકરાળ આગ લાગી હતી. દુકાન માં અચાનક આગ લાગતા સમગ્ર દુકાન બળી ને ખાખ થઈ ગઈ હતી. આ દુકાનમાં કેરી તથા પૂઠાના બોક્સ ભરેલા હોવાથી આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભયંકર આગે બાજુમાં આવેલી દુકાનને પણ ઝપેટમાં લીધી હતી. જોકે આગને લઈને જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી