પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી ચાલુ રહેશે, 80 કરોડ પરિવારને 5 મહિના અનાજ ફ્રી આપવામાં આવશે

વડાપ્રધાન મોદીએ આજે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં એક મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જુલાઈ માસમાં 5 જુલાઈથી ગુરુ પૂર્ણિમાની સાથે જ તહેવારોની વણઝાર શરુ થાય છે. તહેવારોના સમયમાં લોકોની જરૂરીયાત અને ખર્ચ વધે છે. આ વાતને ધ્યાનમાં રાખી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ 5 મહિના વધારવામાં આવી છે. જુલાઈ માસથી નવેમ્બર સુધી દેશના 80 કરોડ પરિવારને ફ્રી અનાજ આપવામાં આવશે જેમાં 5 કિલો ઘઉં અથવા ચોખા તેમજ 1 કિલો ચણા ફ્રીમાં આપવામાં આવશે. દેશના ગરીબ પરીવારને આ જે મદદ કરવામાં આવી રહી છે તેમાં ટેક્સપેયરોનો મહત્વનો ભાગ છે કારણ કે તેમણે નિયમિત રીતે ભરેલા ટેક્સના કારણે સરકાર સક્ષમ થઈ છે કે તે ગરીબોના ઘર સુધી અનાજ પહોંચાડી શકે.આ સાથે જ તેમણે ખેડૂતોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતોની મહેનતના કારણે અન્નના ભંડાર ભરાય છે.