ગુજરાત A T S દ્વારા વધુ 51 જેટલા ગેરકાયદેસર વિદેશી તથા ભારતીય હથિયારો સાથે 14 આરોપીઓને પકડ્યા
ગુજરાત એટીએસના પોલીસ અધીક્ષકશ્રી દીપન ભદ્રન સાહેબ ના માર્ગદર્શન હેઠળ એટીએસ દ્વારા તારીખ 19/6/2020 ના રોજ મુસ્તાક ગુલમહંમદ બલોય તેમજ વાહીદ ખાન અશરફ ખાન પઠાણ ના ગેરકાયદેસર હથિયાર રાખવા બાબતે એટીએસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી તપાસ કરતા ગેરકાયદેસર હથિયાર રાખવા ના રેકેટનો પર્દાફાસ કરી 54 જેટલા વિદેશી તેમજ ભારતીય બનાવટના હથિયારો તેમજ કારતૂસો સાથે 9 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ આ હથિયારો એકાદ-બે વર્ષ અગાઉ અમદાવાદ જોધપુર ગામ રોડ પર રામદેવ નગર મા આવેલ તરુણ ગન હાઉસ ના માલિક તરુણ ગુપ્તા પાસેથી ખરીદેલ હતા અને તેઓએ અન્ય વ્યક્તિઓને પણ ઉપરોક્ત ગન હાઉસના માલિક પાસેથી ગેરકાયદેસર રીતે સરળતાથી હથિયારો નું વેચાણ કરાવેલ હતું.
મળેલ માહિતી મુજબ રાજુલા (સુરેન્દ્રનગર), હળવદ (મોરબી), રાપર,ભચાઉ અને અબડાસા(કચ્છ -ભુજ), ગાંગડ (અમદાવાદ) સહિતની ગુજરાતની અલગ-અલગ જગ્યાઓએ એટીએસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરી કુલ 14 આરોપીઓ પકડી તેઓની પાસેથી ફોરેન મેડ રિવોલ્વર, સ્પોર્ટીંગ રાયફલ, પિસ્ટલ તેમજ ભારતીય ઓર્ડિનન્સ બનાવટના તેમજ દેશી બનાવટની રાઈફલો મળી કુલ 51 જેટલા ગેરકાયદેસર હથિયારો જેની અંદાજિત કિંમત રૂપિયા દોઢ એક કરોડ ઘણી શકાય તેટલી કિંમતનો જેકી શ્રોફ પકડી પાડવામાં આવતા આ ગેરકાયદેસર હથિયાર ખરીદ વેચાણ કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરુણ ગન હાઉસ ના માલિક તરુણ દેવ પ્રકાશ ગુપ્તાને ગુજરાત એટીએસ એ અટકાયત કરી છે. આ કૌભાંડના મૂળ સુધી પહોંચવાની તપાસ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલા આરોપી પૈકી દિગ્વિજયસિંહ જેઠુંભા ઝાલા રહેવાસી હળવદના તેઓ પોતે ફોરેન મેડ વેપનો બહારથી લાવી ગુજરાતમાં વેચવાનું નેટવર્ક ચલાવતા હોવાનું તપાસ દ્વારા જાણવા મળ્યું હતું.
જમા અત્યાર સુધી માં RUGER MODEL,U.S.CAMRBINR CAL. 30 M1 જેવી વિદેશી બનાવટની સ્પોર્ટીંગ રાયફલ-3, ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરી બનાવટના -16, રિવોલ્વર-18, પિસ્ટલ-8,WALTHER SAMITH & WESSON HOULTON,USA મેડ પિસ્ટલ-4,G-22 Walther રાઇફલ -1, SBBL રાઇફલ-1, Smith and Wesson Spring Fieldmass 0.32 રિવોલ્વર-1 તથા દેશી હાથ બનાવટના હથિયારો કબજે કરવામાં આવેલ છે.
રિપોર્ટર : ગોહેલ સોહીલ કુમાર