સુરેન્દ્રનગર જિલ્લાના 32 ખેડૂતો સાથે આણંદના 2 ઇસમે કરી 44 લાખની લૂંટ

આણંદના બે ભેજાબાજોએ સુરેન્દ્રનગર જિલ્લા ના 32 ખેડૂતો પાસેથી વેચાણ રાખેલ કપાસ, એરંડાની રકમની ચૂકવણી જ નહી કરી 40 લાખથી વધુનો ચૂનો ચોપડતા ચકચાર મચી છે. કોરાના વાયરસ મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલતુ હતુ. તેમજ નજીકના દિવસોમાં ચોમાસુ બેસતુ હોય અને કોરોના બીમારીના કારણે ભવિષ્યમાં કપાસનું બજાર શુ હોય તે કાંઇ નક્કી કહેવાય નહી તેવા વિચારો સાથે તા. 29-5-2020 થી 4-6-2020 દરમિયાન બલદાણા 9 અને ગોમટા ગામના 23 સહિત કુલ 32 ખેડૂતોએ પોતાનો કપાસ અને અંરેડાનું વેચાણ કર્યુ હતુ. પરંતુ આ ખેડૂતો સાથે છેતરપીંડી થયાનું બહાર આવતા ખેડૂતો પર આભ તૂટી પડયુ હતુ. આ બનાવ અંગે બલદાણા ગામના ઇશ્વરભાઇ રામજીભાઈ કાનાણીએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયા મુજબ આણંદ જિલ્લાના ગોહીલપુરા નાપડવાંટો ગામના સીંકદરભાઈ રાઠોડ અને ફિરોજભાઈ રાઠોડે ઇશ્વરભાઈ કાનાણીના 402 મણ અને 13 કિલો કપાસની રૂ. 2,86,350માં ખરીદી કરી હતી. આ ઉપરાંત બલદાણા ગામના રમણીકભાઈ માવજીભાઈ પટેલ, જયસુખભાઈ લક્ષમણભાઇ પટેલ, મહાદેવભાઈ ખીમજીભાઈ પટેલ, મૌલીકભાઈ શીવાભાઈ પટેલ, ઘનશ્યામભાઈ હરજીભાઇ પટેલ, નરોતમભાઈ વિઠલભાઈ પટેલ તેમજ ઇશ્વરભાઈ જશરાજભાઈ પટેલ સહિત 9 ખેડૂતો સાથે કપાસની ખરીદી કરીને કુલ રૂ. 19,43,438ની રકમ તેમજ