કાલાવડના નાના વડાળા ગામે વીજળી ત્રાટકતા યુવાનનું અરેરાટી ભર્યું મોત

કાલાવડ તાલુકાના નિકાવા નજીક નાના વડાળા ગામે વીજળી પડતા યુવાનનુ મોત થતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે.જાણવા મુજબ નાના વડાળા ગામે ખેતીકામ કરતો યુવાન પંકજભાઈ મગનભાઈ પાંભર (ઉં.33) નામનો યુવાન પોતાની નિકાવા રોડ ઉપર આવેલી પોતાની વાડીએ હતો તે દરમ્યાન વરસાદી માહોલ વચ્ચે અચાનક વીજળી પડતા યુવાન ઘટનાસ્થળે જ મૃતપાય થઈ જવા પામેલ હતો. જેની જાણ થતા જ ગામલોકો ઘટનાસ્થળે પહોંચી તાત્કાલીક 108ને જાણ કરી કાલાવડ સરકારી હોસ્પીટલે પી.એમ. માટે ખસેડેલ હતો. યુવાન પંકજ પરિણીત હતો અને પરિવારમાં એક સંતાન હતુ. જે સંતાન પિતાવિહોણુ થતા પરિવાર ઉપર આભ તૂટી જવા પામ્યુ છે.