જૂનાગઢમાં બાઈક ભટકાવવાનું ખોટુ આળ નાખી, મોબાઈલ અને રેઇનકોટની લૂંટ

જૂનાગઢમાં લુખ્ખાગીરીએ માઝા મુકી દીધી છે. પોલીસનો જાણે કોઇ ડર જ ન હોય તેમ છાશવારે મારામારી લૂંટ ખૂનના બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. મહેશનગર પાછળ નવરંગ પાર્ક સોસાયટી ઝાંઝરડા રોડ પર રહેતા વિપ્ર મયંકભાઈ મુકેશભાઈ પંડ્યા પોતાનું મોટર સાઈકલ લઇને જતા હતા ત્યારે જયશ્રી રોડ હરીઓમ પેંડાની દુકાન પાસે બે અજાણ્યા ઇસમોએ મોટર સાઈકલ ભટકાવ્યાનો આરોપ મુકી નુકસાની કર્યાનું કહી ઝાપટો મારી નાકમાં મુકો મારી દીધો હતો. તેમજ મયંકભાઈનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન રુા. 18,000 તથા રેઇનકોટ રુા. 500ની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતાં.