જામનગરમાં 51 બોટલ શરાબ સાથે એક ઝડપાયો

જામનગરમાં રણજીતસાગર રોડ પર ભાડાના ફલેટમાં રહેતા એક શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે 51 બોટલ દારૂ સાથે પકડી પાડયો છે. દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સ હાજર નહી મળતા તેમને ફરાર દર્શાવાયો છે. પોલીસે બન્ને શખ્સો સામે પ્રોહીબીશન ધારાઓ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં રણજીતસાગર રોડ પર ભાડાના ફલેટમાં રહેતા અશોકભાઇ ખટાંઉભાઇ મંગે નામનો શખ્સ પોતાના ભાડાના ફલેટમાં વિદેશી દારૂનું વેંચાણ કરતો હોવાની સીટી એ ડીવીઝન પોલીસને હકીકત મળી હતી. આ હકીકતના આધારે પી.આઇ. સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં આરોપીના કબ્જાને ફલેટની તલાસી લેતા ફલેટમાંથી રૂા. 25500 ની કિંમતનો 51 બોટલ દારૂ કબજે કર્યો હતો. દારૂ ઉપરાંત આરોપીના કબ્જામાંથી એક મોટરસાયકલ કબ્જે કરી પ્રાથમિક પુછપરછ કરી હતી. જેમાં દિગ્વીજય પ્લોટ 49 માં આશાપુરા માતાના મંદિર પાછળ રહેતા દિપક શંભુભાઇ ગૌરીની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે આ શખ્સને ફરાર દર્શાવી રૂા. 51 હજારનો દારૂ સહિતનો મુદ્દામલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.