થરાદમાં મામી સાથેનાં આડા સંબંધમાં ભાઈએ જ કરી સગા ભાઈની હત્યા

બનાસકાંઠાના થરાદ પંથકમાં શરમથી માથું ઝૂકી જાય તેવી શર્મનાક ઘટના સામે આવી છે. થરાદના હાથાવાડા ગામમાં સગા ભાઇએ જ મામી અને મામીના દીકરા સાથે મળીને સંબંધમાં આડખીલીરૂપ બનતાં ભાઈની કરપીણ હત્યા કરી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યારાઓએ યુવકની લાશ સળગાવી હાડકાં વામી નજીક કેનાલની બાજુ ફેંકી દીધા.