સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના હદમાં ખૂનની કોશીષના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

       ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો બગદાણા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૬૯/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૦૭,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ગોપાલભાઇ ઉર્ફે ગોપાલ ગમારા રૂપાભાઇ પરમાર રહે.સાંખડાસર, બાપા સીતારામ ચોક, તા.તળાજા વાળો આછા ગુલાબી કલરનુ ડીશર્ટ અને બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરીને કોટીયા લહેરગીરી બાપુના આશ્રમ પાસે ઉભેલ છે. જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામઠામ પુછતા ગોપાલભાઇ ઉર્ફે ગોપાલ ગમારા રૂપાભાઇ પરમાર ઉ.વ.૨૧ ધંધો માલઢોરનો રહે.સાંખડાસર નં.-૧, બાપા સીતારામ ચોક, તા.તળાજા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે અંગે રેકર્ડ ઉપર ખરાઇ કરતા મજકુર ઇસમ વિરૂધ્ધ સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૬૯/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૪૨૭, ૪૫૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોધાયેલ હોય અને સદરહું ગુન્હાના કામે મજકુર ઇસમ નાસતો ફરતો હોય, જેથી મજકુર ઇસમ સામે ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બગદાણા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે. 

*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા સંજયભાઇ ચુડાસમાં સ્ટાફનાં માણસો જોડાયા હતા 

                                            એજાદ સેખ રીપોર્ટર

                                          કેમેરામેન અલી  આરબ

                                            ભાવનગર