ભાવનગર માં એચ આઈ વી પોઝીટીવ લોકો દ્વારા ૧ જુલાઈ ૨૦૨૦ નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું.

માનનીયશ્રી
ભાવનગર નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ HIV/AIDS (બી.એન.પી.)ની વર્ષ ૨૦૦૬ માં સ્થાપના કરવામાં આવી હતી BNP સમુદાય આધારિત સંસ્થા છે, જે એચ.આઈ.વી પોજીટીવ લોકો દ્વારા અને તેમને માટેભાવનગર-બોટાદ જિલ્લા કાર્યરત છે. બી.એન.પી. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એચ.આઈ.વી પોજીટીવ લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો લાવવાની કામગીરી કરી રહ્યા છીએ. હાલ બી.એન.પી. માં ભાવનગર-બોટાદ જિલ્લા ના HIV પોઝીટીવ લાભાર્થીઓ સેવાઓ પ્રાપ્ત કરી રહ્યા છે જિલ્લા કક્ષાએ એચ.આઈ.વી પોજીટીવ લોકોના જરૂરિયાતો ને અનુસંધાને હિમાયત કરી તેમને સેવાકીય સ્ત્રોતો સાથે જોડવામાં આવે છે
નેશનલ ડોક્ટર્સ ડેના સંદર્ભે બી.એન.પી. દ્વારા ૧ જુલાઈ ના રોજ ઉજવણીના ભાગ રૂપે સમગ્ર ભાવનગર-બોટાદ માં એચઆઈવી પોજીટીવ લોકોના સમુદાયના પ્રતિનિધિયો દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીયો તેમજ ખાનગી ડોક્ટર્સનું કોવીડ- ૧૯ લોકડાઉન દરમ્યાન ઉત્કર્ષ તબીબી સેવાઓ આપી છે તેની નોધ લઈ ભાવનગર સર.ટી હોસ્પિટલ ના નોડલ ઓફિસર ડો.સુનિલ પંજવાની સાહેબ, મેડિકલ ઓફિસર ડો.વિજય બોરિચા સાહેબ, મેડિકલ ઓફિસર ઋજુ શાહ મેડિકલ ઓફિસર, ઝરના નિંબાર્ક, મેડિકલ ઓફિસર સાઇના પરમાર નું તેમનું અભિવાદન કરવામાં આવ્યું. મોમેન્ટો અને પ્રશસ્તી પત્ર આપી ડોક્ટર દિવસ અભિવાદન કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમ BNPભાવનગર ના પ્રમુખ સુનિલગીરી ગોસ્વામી દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું