જામજોધપુર નજીક બાઈક આડે ખુંટીયો ઉતરતા વૃદ્ધનું મોત નીપજયું

જામજોધપુર તાલુકામાં રહેતા એક વૃદ્ધ પાંચેક દિવસ પૂર્વે બાઈક લઈને તેના ભાઈના ઘરે જતા હોય તે દરમિયાન રસ્તામાં બાઈક આડે ખુંટીયો ઉતરતા અકસ્માત સર્જાતા વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
જામજોધપુર તાલુકાના ઈલોરા ટાવર રિંગરોડ ખાતે રહેતા રમેશચંદ્ર ભાણજીભાઇ અમૃતિયા ઉ.વ.62 નામના વૃદ્ધ તા.4જુલાઈના રોજ પોતાનું બાઈક લઈને જામજોધપુરથી ગીંગણી ગમે પોતાના ભાઈના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રોડ પર ખુંટીયો ઉતરતા બાઈક સાથે અથડાતા રોડ પર પડી જતા રમેશચંદ્રભાઈને માથાનાભાગે તથા જમણા કાનમાં અને ગોઠણમાં ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવતા ગઈકાલના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.