કરફ્યૂમાં રાતે કારમાં માસ્ક પહેર્યા વગર લટાર મારવા નીકળેલા ચાર જણાને પોલીસે જેલની હવા ખવડાવી

રાત્રે કરફ્યૂ હોવા છતા ઇકો કારમાં માસ્ક પહેર્યા વગર લટાર મારવા નીકળેલા ચાર જણાને પોલીસે હજીરા રોડના મોરા ગામ વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.લોકડાઉનમાં ગંભીર બેદરકારી કોરોના પોઝિટિવ કેસમાં નોંધપાત્ર વધારો થવા છતા હજી પણ કેટલાક લોકો ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. દરમ્યાનમાં હજીરા રોડના મોરા ગામ સ્થિત તપોવન સોસાયટી પાસે પોલીસ ગત મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન સુવાલી તરફથી આવી રહેલી ઇકો કાર નં. જીજે-5 આરજે-2901 આવી રહી હતી.માસ્ક પહેર્યા વગર ગાડીમાં સવારજેને અટકાવી તલાશી લેતા કાર ચાલક વિક્રમ કમલ બશનેશ (રહે. જલારામ મંદિરની પાછળ, મોરા), પ્રેમકુમાર મહેન્દ્ર શર્મા (રહે. સોમેશ્વર રેસીડન્સી, મોરા), મોહમંદ સુલાઉદ્દીન મોહમંદ મયુદ્દીન પઠાણ (રહે. તપોવન સોસાયટી, મોરા) અને અક્ષય મોહન ઠાકોર (રહે. સ્ટાર રેસીડન્સી, મોરા) મોંઢા પર માસ્ક પહેર્યા વગર કારમાં સવાર હતા અને તેઓ રાત્રી દરમ્યાન કોઇ કામ અર્થે નહિ પરંતુ લટાર મારવા નીકળ્યા હતા. જેથી પોલીસે ચારેય વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.