માધાપરમાં 3 પુરૂષ અને 5 મહિલા પત્તાપ્રેમી ઝડપાયા

ભુજ:માધાપર નવાવાસમાં રામનગરી ખાતે જુગાર રમાતો હોવાની બાતમીના પગલે પોલીસે છાપો મારીને પાંચ મહિલા અને ત્રણ પુરૂષને 11,120ની રોકડ સાથે ઝડપી લીધા હતા.દરોડા દરમિયાન રામનગરી ખાતે રહેણાકના મકાનની બહાર ખુલ્લામાં તીનપતીનો જુગાર રમી રહેલા જગદીશ હરીભાઇ કોલી, ઓસ્માણ ઉર્ફે બાવાડો ભુરા જંગીયા, કેશરબેન હરીભાઇ કોલી, જુલાબાઇ કાનજીભાઇ કોલી, રમીલા રાહુલ કોલી, હીના ઓસ્માણ જંગીયા રહે રામનગરી માધાપર,અશોક ખોડાભાઇ રાકાણી,ગુલાબબેન ખોડાભાઇ રાકાણી, રહે ગોકુલધામ-2 માધાપર સહિત આઠ જણાઓને પકડી પાડ્યા હતા તમામ વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં માધાપર ચોકીના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઇ ગરડા, શિવરાજસિંહ રાણા, હરદીપસિંહ જાડેજા અને જીઆરડી મહિલા લક્ષ્મીબેન મહેશ્વરી જોડાયા હતા.