મોતી તળાવ ખાતે ક્રેનના દાગીના નીચે દબાઇ જતા ક્રેનના હેલ્પરનું મોત

ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વી.આય.પી. ખાતે ક્રેન માં હેલ્પર તરીકે કામ કરતા 21 વર્ષીય યુવાન ઉપર ક્રેન માંથી અલંગ નો દાગીનો છટકતા યુવાન નું ઘટના સ્થળે મોત નીપજ્યું મળતી માહિતી મુજબ સાંઢીયાવાડ રૂવાપરી રોડ પાંસે રહેતા રમીજ ભાઈ ઉર્ફે ઓબામા નામ ના યુવાન નું મોત નીપજ્યું બનાવની જાણ બોરતળાવ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી બનાવના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
(રિપોર્ટર એઝાજ શેખ )