ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, આ સાથે જ દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, પોરબંદર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં શનિવાર બપોરથી વરસાદ શરૂ થયો હતો અને મોટાભાગના જિલ્લાઓમાં બે-ત્રણ કલાક સુધી વરસાદ વરસ્યો હતો. ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અખબાર લખે છે કે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં 94 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ શનિવારે દક્ષિણ ગુજરાતમાં વ્યારા, ઉમરપાડા, આહવા, સુબીર, માંગરોળમાં પણ વરસાદ વરસ્યો હતો. હવામાનવિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે શનિવારે ચોથી જુલાઈથી શરૂ થયેલી વરસાદી મોસમ નવમી જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં જોવા મળશે.