વલસાડ LCBએ જુગાર રમતા 8 ની અટક કરી

વલસાડ, LCBને બાતમીના આધારે કોસંબા ગામે નિશાળ ફળિયા ખાતે પાર્કિંગ પ્લોટમાં આઠ જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપ્યા હતા. જેમાં LCBએ રેડ પાડતા રોકડ રુપિયા 12,700 મળી આવ્યા હતાં. વલસાડ શહેરના કોસંબા ગામે નિશાળ ફળીયામાં જુગાર રમતા હોવાની માહિતી વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળતા મોડી સાંજે પોલીસે રેડ પાડતા નિશાળ ફળીયાના પાર્કિંગ પ્લોટના તીન પત્તિનો જુગાર રમતા 8 જેટલા શકૂનીને સ્થળ ઉપરથી ઝડપી લીધા હતા. આ તકે પોલીસે તમામ ઈસમો સામે જુગાર રમવા અંગેની ફરિયાદ દાખલ કરી છે. પકડાયેલા ઈસમો પાસેથી પોલીસે 12,700 જેટલી રોકડ કબ્જે લીધી હતી.