બાવળામાં રોયલ્ટી વગરના બે માટી ભરેલા ડમ્પર ઝડપાયા

અમદાવાદ જીલ્લાના બાવળા-ધોળકા -બગોદરામાં અનેક જગ્યાએ  માટીખનન ચાલી રહ્યું છે. જેમાં અનેક જગ્યાએ રોયલ્ટી વગર માટીખનન ચાલી રહ્યું છે.તો બીજી બાજુ રોયલ્ટી ધારકો પણ રોયલટી તો લે છે. પણ ખાણ ખનીજ અને આર.ટી.ઓના નીયમોને નેવે મુકી ઓવરલોર્ડ માલ ભરી થતા રોયલ્ટીના સમય વિતી ગયા બાદ માલ ભરી વહન કરતા હોય છે.ત્યારે બગોદરા ખાણ ખનીજના ચેકપોસ્ટના અધીકારી પાલ દ્વારા બાવળા હાઇવે પરથી વિધાઉટ રોયલ્ટી વાળા બે માટી ભરેલા ડમ્પર ઝડપી ૩૪ લાખનો મુદામાલ જપ્ત કરી બન્ને ડમ્પરને બાવળા પોલીસ મથકે સોપી કાર્યદેસરની કાર્યવાહી કરવામા આવી હતી પરતુ લોકોમાં થતી ચર્ચા મુજ્બ બગોદરા ખનીજના ચેકપોસ્ટ પરથી અનેક ડમ્પરો રોયલ્ટી વગરના , ઓવરલોર્ડ બારોબાર પસાર થઈ જાય છે, તેને કેમ ઝડપી પાડવામાં નથી આવતા

(રીપોર્ટર ગોહિલ સોહીલ કુમાર)