ગાંધીધામમાં હજી પણ ચાલી રહ્યા છે હુક્કાબારો
ગાંધીધામ , તા.૧૪ : ગાંધીધામના મામલતદાર કચેરીની સામેજ ચાલી રહ્યો છે ફલેવર્સ હુક્કાબારમાં રેઇડ દરમ્યાન આર.આર.સેલ દ્વારા ૧૧ હુક્કાઓની ઝડપ કરાઇ હતી. તેની સાથે સંકુલના પરિવારના યુવાન , યુવતીઓને પૂછપરછ કરીને દેવાયા હતા. ત્યારબાદ તેમના પરિવારના અપેક્ષા જાગી હતી કે સંકુલના અંદરખાને ચાલતા હુક્કાબારો ઉપર સ્થાનિક પોલીસ બંધ કરાવી નાખશે, પરંતુ પોલીસ દ્વારા એવી કોઈ કાર્યવાહી ન થતાં નિરાશા ફેલાઈ હતી.ટાગોર રોડ પાસે આવેલી એક પ્રખ્યાત હોટલની છત ઉપર, તાજેતરમાં વિવાદમાં સપડાયેલા પારખ સર્કલ પાસે આવેલા રેસ્ટોરન્ટ ઉપર અને સંકુલમાં ગેમ્સ ઝોનના નામે અંદરખાને હુક્કાબારો હજીપણ ચલાવી રહ્યા છે.એવી ફરિયાદ કરવામાં આવી છે. અહિ નોંધવુ રહ્યુ કે રાજ્ય સરકાર દ્વારા હુક્કાબારો ઉપર પૂર્ણ રીતે પ્રતિબંધ જાહેર કર્યો છે. યુવકો અવસ્થાથીજ હુક્કાબારની માયાઝાડમાં સપડાઇ ગયા બાદ યુવાનો જોતજોતામાં સટ્ટાખોરી અને ઉધારીના રવાડે ચડી રહ્યા છે તે પણ સામે આવી રહ્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ થી ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.