રાપરના તાલુકાનાં મોટી રવના ભેંસોના વાડામાંથી ૨૭ લાખનો દારૂ ઝડપાયો
ગાંધીધામ , તા. ૧૫ : વાગડ પંથકમાં રેલમછેલ વચ્ચે સ્થાનિક ગુના શોધક શાખાએ રાપર તાલુકાનાં મોટી રવ ગામમાં છાપો મારતાં એલ.સી.બી.ને મળેલી ચોક્કસ પૂર્વબાતમીના આધારે મોટી રવ ગામ પાસે પોલીસે છાપો માર્યો હતો. દિપુભા જયેન્દ્રસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાના કબ્જાના ભેંસોના વાડામાં પોલીસે અચાનક છાપો મારતા જ્યાં પાર્ક કરાયેલો ટેમ્પો નં.જી.જે.૧૨ એ.વાય. ૨૫૩૬ માંથી અમુક શરાબનો જથ્થો પોલીસેને હાથે લાગ્યો હતો. રેઇડ દરમ્યાન પોલીસે ત્રણેક કલાક સુધી કાંટા , પોદળા, ઘાસ, હટાવીને તપાસ કરતાં જમીનથી બે ફૂટ અંદર બે દરવાજા ખોલતા ૨૫ થી ૪૦ ફૂટ લાંબુ ભોંયતળિયું મળી આવતા. આ લાંબા ખાડામાં તપાસ દરમ્યાન તેમાથી પણ શરાબ મળી આવ્યો હતો. પોલીસે જગ્યાએથી ૪૦૩૨ બોટલ તથા ૬૧૯૨ ક્વાર્ટરીયા અને બિયરના ૩૪૮૦ ટીન એમ કુલ્લ.રૂ|. ૨૭.૯૮.૪૦૦ /- નો શરાબ પોલીસે ઝપ્ત કર્યો. તથા પાંચ લાખનો ટેમ્પો પણ ઝપ્ત કર્યો . હાથમાં ના આવેલા બુટલેગર દિપુભા અને મેનદુભાને ઝડપી પાડવા એલ.સી.બી.એ. તપાસ પોતાની પાસે રાખી હતી. દરોડામાં પી.આઈ.જે.પી. જાડેજા , ફોજદાર એમ.કે.ખાંટ,સ્ટાફના મોહમદ શબીર કુરેશી,ઇકબાલ આરબ, પ્રવિણસિંહ પલાસ, રમેશ મેણિયા , લક્ષ્મણ આહીર,ભગીરથસિંહ, રાજકુમાર,ઉપેન્દ્રસિંહ,કમલેશ ચાવડા,મેરકુ આલાણી વગેરે જોડાયા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧: ૦૦ ચાલુ છે.