દેશી બનાવટના તમંચા (કટ્ટા) સાથે એક ઇસમને પકડી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

                ભાવનગર જીલ્લા કેટલાક ઇસમો પાસે ગેરકાયદેસરના ફાયર આર્મ્સ રાખતા હોવા અંગેની હકિક્ત ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબના ધ્યાને આવેલ અને આવા ઇસમોને પકડી પાડી તેમના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી.  જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટના માર્ગદર્શન જેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે  ડોના ચોક પાસેથી રચિત રમેશભાઇ ચૌહાણ ઉ.વ.૩૩ રહેવાસી આનંદનગર, વિમાના દવાખાના પાસે, છેલ્લુ બસ સ્ટેશન પાસે ભાવનગર વાળાઓને એક દેશી બનાવટના સીંગલ બેરલના તમંચા સાથે ઝડપી પાડેલ હતો અને મજકુર આરોપી વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે એસ.ઓ.જી.ના મનદિપસિંહ ગોહિલે ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.  આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ  એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, યોગીનભાઇ ધાંધલ્યા બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ જોડાયા હતા.