ભુજમાં દિકરીની છેડતી કરવાની ના પાડતા માતા-પુત્રી પર 13 જણાએ કર્યો હુમલો

ભુજ: ભુજ છેડતી અને હુમલા તેમજ તાલુકાના કોડકી અને માંડવી તાલુકાના મોટ રતડીયા ગામે માર મારવાના સહિત 3 બનાવોમાં ચાર મહિલા સહિત પાંચને ઇજા 15 સામે નોંધાયો ફરિયાદ પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના રઘુવંશીનગરમાં રહેતા ફરિયાદી મહિલા અને તેમની 16 વર્ષ્ની પુત્રી ગત 26 જુનની રાત્રે ઘરની બહાર બેડા હતા ત્યારે રવિ ગોસ્વામી, વિજય ગોસ્વામી,તથા ત્રણથી ચાર છોકરાઓએ ફરિયાદીની દિકરી સામે બિભત્સ ચેડા કરી છેડતી કરી હતી. દરમિયાન ફરિયાદીએ છેડતી કરવાની ના કહેતા ઇસમો ભેગામળીને માતા-પુત્રીને કમરના ભાગે લાકડીથી માર માર્યો હતો.સમાધાનની વાટા ગાટ બાદ સોમવારે મહિલાએ રવિ ગોસ્વામી, વિજય ગોસ્વામી, તથા ત્રણથી ચાર છોકરાઓ તેમજ મધુસુદન ગોસ્વામી, લક્ષ્મીબેન ગોસ્વામી, મંદાબેન ગોસ્વામી, વર્ષાબેન ગોસ્વામી, રીધ્ધી ગોસ્વામી, અપ્પુ ગોસ્વામી, દિક્ષા ગોસ્વામી, ઉદય ગોસ્વામી, જયશ્રી ગોસ્વામી, ગીરીશ ગોસ્વામી,રહે તમામ રઘુવંશીનગર ભુજવાળાઓ વિરૂધ માર મારવા તેમજ છેડતીની કલમ સાથે ગુનો નોંધાવ્યો હતો પોલીસે ઇસમો વિરૂધ રાયોટીંગ છેડતીનો ગુનો નોંધી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વી.આર.ઉલ્વાએ તપાસ હાથ ધરી છે.તો,ભુજ તાલુકાના કોડકી ગામે છપરીવાસમાં રહેતા જગદીશભાઇ શિવજીભાઇ પરમારે જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં એમએલસી નોંધાવી હતી કે,બનાવ રવિવારે બન્યો હતો. તેમની પત્નિ માતા-પિતાને ગાળો આપતી હતી ત્યારે લક્ષ્મીબેન શિવજીભાઇ પરમારે ગાળો આપવાની ના કહેતાં જગદીશભાઇની પત્નિએ નણંદ લક્ષ્મીના ડાબા હાથમાં બટકુ ભરી જગદીશભાઇને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લક્ષ્મીબેના વાળ પકડી કમર અને પેટના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે બનાવની જાણવા જોગ નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો, માંડવી તાલુકાના મોટા રતડીયા ગામે રહેતા શેરબાનુ અબ્દુલભાઇ લંગા (ઉ.વ.32) પાસે પતિ અબ્દુલ ફકીર મામદ લંગાએ રૂપિયા માંગતાં પત્નિ શેરબાનુએ રૂપિયા આપવાની ના કહેતા ઉસ્કેરાયેલા પતિ અબ્દુલે તેની પત્નિને ઘોડાના લગામથી માર માર્યો હતો. ગઢશીશા પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.