અમદાવાદના ડોન અબ્દુલ લતીફના પુત્રનું અવસાન

અમદાવાદ દરિયાપુરના એક જમાનાના ડોન અબ્દુલ લતીફ શેખ ના મોટા પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ નું હાર્ટ અટેક આવવાથી મોત નિપજ્યું છે. એક સમયે મુસ્તાક આર.એસ.એસ માં જોડાયો હતો પરંતુ ત્યારબાદ સમય ન આપી શકતા આર.એસ.એસ છોડ્યું હતું. મુસ્તાક અગાઉ બનેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈશ’ ને લઈને વિરોધ કર્યો હતો. મુસ્તાકનો આરોપ હતો કે આ ફિલ્મ તેમના પિતા અબ્દુલ લતીફ ના જીવન પર બની છે. મુસ્તાક ને આ વિરોધ પછી લોકો જાણતા થયા હતા જોકે તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી.’રઇશ’ ફિલ્મના ચાલી રહેલા વિવાદ દરમિયાન બીજી બાજુ મુસ્તાકે એવું પણ જણાવ્યું હતું કે આર.એસ.એસ મા પણ જોડાયેલો હતો તેના મિત્રો આર. એસ.એસ મા હતા અને તેનાથી પ્રભાવિત થયો હતો અને પછી આર. એસ. એસ મા જોડાયો હતો. પછી સમય ન ફાળવી શકતા આર.એસ.એસ છોડ્યું હતું.
(રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર)