આરોપીને પાસા કરતા ભાવનગર પોલીસ કમિશનર સાહેબ

ભાવનગર: ઈ-ગુજકોપ ગુનાહિત ઈતિહાસ ચેક કરી ભક્તિનગર પોલીસ દ્વારા તૈયાર કરેલ દરખાસ્ત અન્વય આરોપીને પાસા કરતા પોલીસ કમિશનર સાહેબ.ભકિતનગર પોલિસ સ્ટેશન તરફ થી માથાભારે ઇસમ ની છાપ ધરાવતા અને ચોરી તથા રાયોટિંગ અને દુષ્કર્મ ના ગુન્હાઓ કરવા માં સંડોવાયેલ કુખ્યાત ઇસમ ની પાસા કરી મોકલતા,

        રાયોટિંગ અને દુષ્કર્મ કરવા ના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમો ગુન્હાઓ કરતા અચકાય અને દુષ્કર્મ સબંધી ગુન્હાઓ પણ અંકુશ રહે તે માટે પો.કમિ.સા. શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા જે.સી.પી. શ્રી ખુરશીદ અહેમદ સાહેબ અને ડી.સી.પી. ઝોન-૧ શ્રી પ્રવીણ કુમાર સાહેબ તથા એ.સી.પી. પૂર્વ વિભાગ શ્રી એચ. એલ. રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ આરોપી ની પાસા વોરંટ ની બજવણી કરવા માં આવેલ છે.

     યુસુફ ઉર્ફે ચકી હુસેનભાઇ બુખારી જાતે સૈયદ મુસ્લિમ ઉ.વ.૩૨ ધંધો. મજૂરીકામ રહે. જંગલેશ્વર શેરી નંબર-૩૧ આઝાદ ચોક રાજકોટ વાળાને સુરત જેલ ખાતે પાસા માટે મોકલી આપવામાં આવેલ છે. આ ગુનેગાર અગાઉ ચોરી, ઇંગ્લિશ દારૂ જેવા અનેક ગુનામાં પકડાયેલ છે તેમજ અગાઉ એક વાર પાસા મા જઈ આવેલ છે.

   આ કામગીરી કરનાર અધિકારી ઓ પોલિસ ઇન્સ. શ્રી વી. કે. ગઢવી સાહેબ, પી. સી. બી પો.ઈ શ્રી એન. કે. જાડેજા સાહેબ તથા ભકિતનગર પોલિસ સ્ટેશન ના પો. સ. ઈ. પી. બી. જેબલિયા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ, નિલેશ ભાઈ મકવાણા,ઘનશ્યામભાઈ, રણજીતસિંહ,સલીમભાઈ તથા પોલીસ કોન્સ. વાલજીભાઈ, ભાવેશભાઈ, દેવાભાઈ તથા હોમગાર્ડ હાર્દિકભાઈ પીપળીયા તથા પી.સી.બી. શાખાના પોલીસ હેડ કોન્સ. રાજુભાઈ દહેકવાલ, શૈલેષભાઈ રાવલ, અજયભાઈ શુક્લા, ઇન્દ્રજીતસિંહ સિસોદિયા અને રાહુલ ગીરી ગૌસ્વામી હતા.

(રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર)