ગાંધીધામમાં શરાબની 12 બોટલ સાથે એક્ટિવા ચાલક ઝડપાયો

ગાંધીધામ: ગાંધીધામના જુની સુંદરપુરી વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શરાબની હેરફેર કરી રહેલા એક્ટિવા ચાલકને 12 બોટલ સાથે ઝડપી લઇ ફરિયાદ નોંધી હૈ. જો કે અન્ય એક ઈસમ હાજર મળ્યો ન હતો. આ બાબતે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રે 8 વાગ્યાના અરસામાં જુની સુંદરપુરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, જુની સુંદરપુરી ધોબી ઘાટ પાસે રહેતો વિશાલ પાલ એક્ટિવામાં વિદેશી શરાબ લઇને કસ્તુરી ચોક તરફથી આવી રહ્યો છે. આ બાતમીના આધારે શિતલ એકેડમી ટ્યુશન ક્લાસ પાસે વોચ ગોઠવીને ઉભા હતા તે દરમિયાન વિશાલ પાલ નિકળતાં તેને રોકી એક્ટિવામાં તપાસ કરતાં તેમાંથી રૂ.4,200 ની કિંમતના વિદેશી દારૂની 12 બોટલ મળી આવતાં એક્ટિવા સહિત કુલ રૂ.24,200 ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં આ દારૂનો જથ્થો જુની સુંદરપુરીના કસ્તુરી ચોકમાં રહેતા મેહુલ ભીખાભાઇ પરમાર પાસેથી લીધો હોવાનું જણાવતાં પોલીસે કસ્તુરી ચોક જઇ મેહુલની પણ ધરપકડ કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ મેહુલ હાજર ન મળતાં તેના વિરુધ્ધ પણ ફરિયાદ નોંધી તેને પકડવા
ચક્રો ગતિમાન કર્યા છે.