બનાસકાંઠાના ડીસામાં નગરસેવકના પિતા વ્યાજખોરોના ત્રાસથી કરી આત્મહત્યા

બનાસકાંઠાના ડીસામાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. નગરસેવકના પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર પામી છે. મળતી વિગતો મુજબ, ડીસા પાલિકાના ભાજપના સદસ્ય જીતુભાઇ રાણાના પિતા ઘરમાભાઈ જેસંગભાઈ રાણાએ વ્યાજખોરોના ત્રાસથી સોમવારે સાંજે પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપને જણાવી દઈએ કે મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી છે. જેમાં 3 લાખમાં ગીરવે મૂક્યા બાદ મકાન ખાલી કરવા માટે વ્યાજખોરો ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે પોલીસ મથકના સ્ટાફે ઘટનાસ્થળે વધુ કરી કાર્યવાહી  હાથ ધરી છે.