મિત્રએ જ મિત્રના ઘરમાંથી રૂ.૨.૫૦ લાખની તસ્કરી કરી : બેની અટક

આલાપ એવન્યુ સોસાયટીમાં રૂ.૨.૫૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: જન્મદિવસની ઉજવણી
કરતા ચોરી કર્યાનો ભાંડો ફુટયો યુનિવર્સિટી રોડ પરથી આલાપ એવન્યુ સોસાયટીમાં ત્રણ દિવસ પહેલા થયેલી રૂ.૨.૫૦ લાખની રોકડની તસ્કરીમાં યુનિવર્સિટી પોલીસે ભેદ ઉકેલી નાખી સગીર સહીત બે ઇસમોની ધરપકડ કરી રોકડ તથા ટુવ્હીલ મળી રૂ.૨.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં ફેશન સીરામીક ટાલ્સની ફેકટરી ધરાવતા નિરવ છગનભાઇ સોજીત્રા (ઉ.વ.૩૮)એ પાંચક દિવસ પૂર્વે યુનિવસિટી રોડ પર આલાપ એવન્યુમાં રહેતી સગી બહેન પ્રતીભાને રૂ.૨.૫૦ લાખની રોકડ સાચવા માટે આપી હતા મહીલા ઘરમાં તાળે મારી ઇન્દિરા સર્કલ પાસે રાજબેંકમાં બ્રાંચ મેનેજર તરીકે જોબ પર હતી. ત્યારે પાછળથી અજાણ્યા માણસો દરવાજો ચાવીથી ખોલી રોકડ રૂપીયા ૨.૫૦ લાખ ચોરી પલાયન થઇ ગયા હતા. જે બનાવ અંગે નિવર સોજીત્રાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રોકડ રકમ ચોરાપ અંગે નિરવભાઇના ભાણેજની પુવપરછ કરતા તેના મિત્ર પ્રિન્સ અને સગીર વયનો મિત્ર બંને આવ્યા હોવાની ખબર મળી હતી. ગત તા.૦૩ના રોજ પ્રિન્સ તથા તેના મિત્રએ રૂ.૧૫૦૦ની કીંમતની કેક ખરીદી કરી હતી અને નિરવના ભાણેજના જન્મદિવસે જ તેને પાર્ટી આપવાની રકમ કયાથી આવીએ ઉપજતા પોલીસની ભાષામાં પ્રિન્સની પુછતાી કરાઇ હતી. જે ગુનામાં પ્રિન્સે ચોરીની કબુલાત આપી હતી.બ નિરવભાઇના ભાણેજ ઘરમાં મામા રૂપિયા મુકી ગયાની માત્ર વાત કરી હતી. જે આધારે નિવરભાઇના બહેન પ્રતિભા બહાર ગયા હતા એ સમય ઘરની ચાવી કયા છુપાવે છે તે ખ્યાલ હોવાથી કુંભારવાડાની પ્રિન્સી ભરતભાઇ ભલસોડ તથા એક સગીરને ઝડપી લઇ પોલીસે રોકડ રૂ.૨,૫૦,૦૦૦ તથા બાઇક મળી રૂ.૨,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.