ગુજરાતમા કોરોનાના એક્ટીવ કેસ ૮૬૭૮એ પહોંચ્યા, કુલ મૃત્યુઆંક ૧૯૬૨ થયો

ગુજરાતમા કોરોના વાયરસના કેસમા સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમા કોરોનાના નવા ૭૩૫ કેસ ઉમેરાયા છે. જેના લીધે રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને કુલ ૩૬,૮૫૮ થઈ છે. તેમજ છેલ્લા ૨૪ કલાકમા ૧૭ લોકોના મોત થતા કોરોનાના કુલ મૃત્યુઆંક ૧૯૬૨ એ પહોંચ્યો છે.