જામનગરમાં સાંઢિયા પુલ પરથી પટકાયેલા પ્રૌઢનું મોત નીપજયું

જામનગર : જામનગરમાં સાંઢિયાપુલ ઉપરથી પટકાયેલા એક પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું છે. મૃતક સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં અપમૃત્યુનો વધુ એક બનાવ નોંધાયો છે. જેની વિગત મુજબ શહેરના ખંભાળિયા બાયપાસ રોડ પર આવેલા સાંઢિયા પુલ પર અપમૃત્યુની ઘટના ઘટી હતી. જેમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભનગરમાં વાલ્મિકી નગરમાં રહેતા સુરેશ નાનજીભાઈ પઠાણ ઉ.વ.54 વાળાનું સાંઢિયા પુલ પરથી પટકાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.