ખુન કેસના ગુન્હામાં રાજકોટ જેલમાં સજા ભોગવતો અને પેરોલ જંપ કરી નાશી ગયેલ કેદીને ઝડપી લેતી એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ હકિકત આધારે ભાવનગર શહેર નિલમબાગ (એ ડીવીઝન) પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૪૧૪/૨૦૦૫ આઇ.પી.સી. કલમ ૩૦૨ વિગેરે મુજબના ગુન્હામાં રાજકોટ જેલમાં કેદની સજા ભોગવતો પાકા કામનો કેદી નંબર-૪૭૧૦૬ રાજકુમાર ઉર્ફે રાજુ ગોવિંદરામ ક્રિપલાણી ઉ.વ.૩૫ રહેવાસી સિંધુનગર દેવુમાના મંદિર પાસે ભાવનગર વાળો રાજકોટ જેલમાં ઉપરોક્ત ગુન્હામાં સજા ભોગવતો હતો અને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમથી પેરોલ પર છુટેલ અને મજકુર કેદીને તા.૧૯/૦૫/૨૦૨૦ જેલમાં પરત હાજર થવાનું હતુ પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થયેલ નહી અને પેરોલ જંપ કરી ગયેલ હતો આ કેદીને ભાવનગર ખાતેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ મારફતે પરત રાજકોટ જેલ ખાતે બાકીની સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.   આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ  એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, યુસુફખાન પઠાણ, યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ જોડાયા હતા.