કચ્છમાં મધ્યમ સિંચાઈના વધુ બે સાથે 5 ડેમ ઓગન્યા,1 હાઈ એલર્ટ

કચ્છમાં છેલ્લા પાંચેક દિવસથી આકાશમાં વાદળો ઘેરાયેલા રહ્યા છે અને રવિવારે ગુરુપૂર્ણિમાથી હેત વરસાવવાનું શરૂ કર્યા બાદ સોમવારથી બુધવાર સુધીમાં તો કચ્છના મધ્યમ સિંચાઈના 5 ડેમ છલકાવી દીધા છે. બીજી તરફ નાની સિંચાઈના 170 નાના મોટા તળાવમાંથી 32 ઓવરફ્લોટ કરી દીધા છે. જોકે, 72 તળાવો હજુ કોરાકટ રહ્યા છે. પરંતુ, 66 તળાવો એકાદ ફૂટ સુધી ભીંજાયા પણ છે, જેથી ખેડૂતો સારા ખરીફ પાકની ઉમ્મીદ કાયમ રહી છે.કચ્છમાં મધ્યમ સિંચાઈના કુલ 20 ડેમ છે, જેમાંથી માંડવી તાલુકાના ડોણ અને રાપર તાલુકાના ફતેહગઢ ડેમ છલકાઈ ગયા બાદ બુધવારે મુન્દ્રા તાલુકાના કારાઘોઘા લખપત તાલુકાના ગોધાતડ, અબડાસા તાલુકાના કંકાવટી છલકાઈ ગયા છે. જ્યારે બેરાચિયા હાઈએલર્ટ છે. બીજી તરફ ભુજ તાલુકાના જામારા બાદ બુધવારે વડઝર, ચુનડી, માંડવી તાલુકાના વિજયસાગર, વણોઠી, વેગડી, દેઢિયા, ફરાદી, ગોદદીયા, દરશડી, માપર, ઘોડાલખા, વાંઢ, ગોણીયાસર, મોમાયમોરા, ધોકડા, લુડવા મુન્દ્રા તાલુકાના ગેલડા બાદ શિરઈ, ફાચરિયા, નખત્રાણા તાલુકાના ઝાલુ બાદ કોટડા (રોહા), લખપત તાલુકાના લેખડો, કનોજ, મણીયારો, ગુહર, અબડાસા તાલુકાનો કડોલી, બાલાચોડ, બુરખાણ, બળવંતસાગર, સણોસરા, નાનીબેર પણ છલકાઈ ગયા છે.ભુજ તાલુકાના 3, માંડવી તાલુકાના 14, મુન્દ્રા તાલુકાના 3, નખત્રાણા તાલુકાના 2, લખપત તાલુકાના 4, અબડાસા તાલુકાના 6 તળાવ છલકાઈ ગયા છે. જ્યારે એકાદ ફૂટ પાણી આવ્યું હોય અને ભીંજાયા હોય એવા ભુજ તાલુકાના 10, અંજાર તાલુકાના 6, માંડવી તાલુકાના 7, મુન્દ્રા તાલુકાના 4, નખત્રાણા તાલુકાના 10, લખપત તાલુકાના 4, અબડાસા તાલુકાના 10, રાપર તાલુકાના 7 અને ભચા. તાલુકાના 8 તળાવનો સમાવેશ થાય છે