ન્યુજર્સીની ભાગોળે જાહેરમાં ફાયરીંગ કરી: ૪ મોત, ૩ ગંભીર
પીટરસનઃ ન્યુજર્સીના ઉત્ત્।રે એક શહેરમાં આજે કેટલાક અજાણ્યા હુમલાખોરેએ કરેલા ફાયરિંગમાં ચાર જણા માર્યા ગયા હતા અને ત્રણને ઇજા થઇ હતી. પીટરસનમાં રાત્રે ૧૧ વાગ્યા પછી આ ઘટના બની હતી. ચાર જણાને ગંભીર ઇજા થતાં હોસ્પિટે ખસેડાયા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. જયારે ત્રણ ઇજાગ્રસ્તો પોતાની રીતે જ સારવાર લેવા રવાના થઇ ગયા હતા, એમ સત્ત્।ાવાળાઓએ કહ્યું હતું. ફાયરિંગના ભોગ બનેલા સાત જણાના નામ જાહેર કારાયા નહતા. શહેરના મેયર એન્ડ્રે સાયેબે કહ્યું હતું. તેમણે લોકોને અપીલ કરી હતી કે હિંસાને રોકો. હુમલાખોરો વાહનમાંથી ફાયરિંગ કરીને ઝડપથી ભાગી ગયા હતા. શા માટે ફાયરિંગ કરાયું હતું કે પણ જાણી શકાયું નહતું.